Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં વણાંકપોર ગામની સીમમાં શેરડી કટિંગ કરી રહેલ મશીનમાં લાગી આગ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે એક શેરડીના ખેતરમાં શેરડી ક‍ાપવાના મશીનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ વણાકપોર ગામના એક ખેડૂત શૈલેન્દ્રસિંહ મકવાણાનું એક ખેતર ગામના ખાડી વગામાં આવેલું છે. આ ખેતરમાં તેમણે શેરડીનું વાવેતર કરેલું છે. હાલમાં શેરડી ક‍ાપવાની હોઇ, ધારીખેડા સુગરનું કટિંગ આવેલું છે.જેમાં મશીનની એક ટીમ મુકવામાં આવી હતી. આજરોજ સવારે શેરડીનું કટિંગ ચાલતું હતું તે દરમિયાન મશીનમાં કોઇ આકસ્મિક કારણોસર આગ ભભુકી ઉઠી હતી.

ડ્રાઇવરે ફોન કરીને ખેતરમાલિકને જણાવ્યું હતુંકે મશીનમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ખેતરમાલિક શૈલેન્દ્રસિંહ ખેતરે આવ્યા હતા. આ અંગે ઝઘડિયા ખાતેથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવતા તેમણે પાણીનો મારો ચલાવીને આગ ઉપર ક‍ાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી. આકસ્મિક ક‍ારણોસર આ શેરડી કટિંગના મશીનમાં આગ લાગતા મોટું નુકશાન થયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ સમસ્યાઓની રજુઆત કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ગામ કન્યા શાળામાં ઈકો ફ્રેન્ડલી આરતી શણગાર સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

આરોગ્ય ઘામ ગાંઘી હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળતા ખળભળાટ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!