Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ધારાસભ્યની રજૂઆત બાદ ઝઘડિયા સરસાડ એસટી રૂટ ભાવપુરા સુધી લંબાવાયો.

Share

ઝઘડિયા એસટી ડેપો દ્વારા ઝઘડિયાથી રાજપારડી સંજાલી થઈ સરસાડ સુધી એસટી રૂટ ચલાવવામાં આવતો હતો. આ રૂટના કારણે સરસાડની આગળના કેટલાક ગામોના ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને એસટી સેવાનો લાભ મળતો ન હતો. ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ઝઘડિયા એસટી ડેપોમાં આ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને લઈ આજરોજ રોડ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય રિતેશ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ સર્વે કર્યા બાદ ઝઘડિયા ડેપો દ્વારા ઝઘડિયા સરસાડ રૂટને લંબાવી ભાવપુરા સુધી કરવામાં આવ્યો હોવાની જાહેરાત ઝઘડિયા એસ ટી ડેપો દ્વારા કરવામાં આવી છે. હવે આ રૂટ ઝઘડિયા રાજપારડી સંજાલી સરસાડ સુથારપુરા અને ભાવપુરા સુધીનો રહેશે જેથી તે વિસ્તારના ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો આ એસટી રૂટ સેવાનો લાભ મળશે. સરસાડથી આગળ એસટી રૂટ લંબાવાથી વિદ્યાર્થીઓએ ધારાસભ્યની કામગીરીને બિરદાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કલેકટરને રાજીનામાની યાદી આપવા જતા પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તૂટ્યા.

ProudOfGujarat

વડોદરા : અંડર કેબલિંગનું કામ આડેધડ કરતાં કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા સામાજિક કાર્યકર અતુલ ગામચીની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!