કારોના વાયરસ જેવી ખતરનાક બીમારીથી બચવા દેશનાં વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશભરમાં ૧૪૪ ની કલમ લાગુ કરી દેશના તમામ રાજ્યોને લોકડાઉન કરવામાં આવ્યા છે છતાં પણ કેટલાક લોકો કામ વગર રખડતા જોવા મળે છે. ગામનાં નાકે શેરી મહોલ્લામાં ટોળા વળી કાયદાનું ઉલ્લંઘન કરે છે આવા લોકો પર કડક કાર્યવાહી કરવા ઉમલ્લા પોલીસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન કેમેરા ઉડાડી આકાશમાંથી નજર રાખવામાં આવે છે અને જે લોકો કામ વગર બહાર ફરતા કેમેરામાં નજરે પડશે એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉમલ્લા પી.એસ.આઈ પી.એન વલવી ગામે ગામ જઇ ખુદ પેટ્રોલિંગ કરી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે અને કોરોના વાયરસ ના ફેલાય તે માટે કડક નજર રાખવામાં આવી.
Advertisement