ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે જાનકી નવમી નિમિતે નવચંડી યજ્ઞ તેમજ હનુમાન યજ્ઞનું આયોજન મંદિરના મહંત મોહનદાસજી દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં લોકડાઉનના પગલે ગણ્યા ગાંઠ્યા સાધુ સંતોની ઉપસ્થિતિમાં નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે આ મંદિરના મહંત દ્વારા વર્તમાન પરિસ્થિતિને લઇને એક સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચાલો આપણે સૌ ભેગા મળી આ પાવન પ્રસંગ પર સંકલ્પ લઈએ કે દેશ અને દુનિયામાં ફેલાયેલ મહામારી કોરોના વાયરસ જેણે પુરા દેશ અને દુનિયાને સંક્રમણનો શિકાર બનાવ્યો છે. જેના કારણે હજારો લોકોની મોત થઈ છે. આ વિકટ પરિસ્થિતિમાં ગભરાયા વગર એકબીજાના યથા શક્તિ સહયોગ આપીએ સુરક્ષિત અંતર બનાવી રાખીએ જેથી આ બીમારીથી જલ્દી મુક્તિ મળે. આપ તમામ માટે ગુમાનદેવ હનુમાનજીને પ્રાર્થના કરું છું કે આ બીમારી આપણો દેશ જલ્દી મુક્ત થાય.
Advertisement