Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ટ્રકની ટક્કરે બાઇક સવાર બે યુવકોને ઇજા

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે એક ટ્રકે અડફેટમાં લેતા બાઇક સવાર બે યુવકોને ઇજાઓ થઇ હતી. આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના જરોઇ ગામે રહેતો રોહિતભાઇ મહેશભાઇ વસાવા નામનો યુવક ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં કામ કરે છે. ગતરોજ રોહિત તેના મિત્ર રયેશ ડાહ્યાભાઈ વસાવા રહે.જરોઇના સાથે નાઇટ શીપમાં નોકરી કરીને પરત ઘરે જતો હતો ત્યારે સવારના સાત વાગ્યાના અરસામાં ઉમલ્લા બાપજી ફળિયા ગામ પાસે આવતા એક ટ્રકે આ યુવકોની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર બન્ને યુવકો રોડની સાઇડમાં ફંગોળાઇ ગયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઇને પાણેથા રોડ તરફ નાશી છુટ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક બન્ને યુવકોને શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા. ત્યારબાદ બન્ને યુવકોને વધુ સારવારની જરૂર જણાતા રાજપિપલા સરકારી દવાખાને લઇ જવાયા હતા. ઘટના બાબતે રોહિત વસાવા રહે.ગામ જરોઇ, તા.ઝઘડિયા, જી.ભરૂચનાએ અકસ્માત કરી નાશી જનાર ટ્રક ચાલક વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં બેફામ દોડતા ભારે વાહનોથી અવારનવાર નાનામોટા અકસ્માત સર્જાય છે. તંત્ર છાસવારે અકસ્માત સર્જતા આવા વાહનો પ્રત્યે કડક વલણ અપનાવે તેવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ખેડા : મંત્રી કુંવરજી બાવળીયાએ માતર તાલુકાના નગરામાં સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ પેહલા મોદી ગો બેક મોદી ગો બેક ના નારા સાથે વિરોધ કરી રહેલા ડો.પ્રફુલ્લ વસાવા સહિત દેખાવકારોની ધરપકડ

ProudOfGujarat

એકતા નગર ખાતે ખાનગી એજન્સી દ્વારા કર્મચારીઓનુ શોષણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!