Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ગુમાનદેવ રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ મી થી તા.૧૨ મી સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇન પર ગુમાનદેવ નજીક નાના સાંજા ત્રણ રસ્તા પાસેની રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી સદંતર બંધ રાખવામાં આવનાર છે. પશ્ચિમ રેલવેની એક યાદીમાં જણાવાયા મુજબ આ રેલવે ફાટક નં.૧૭ પર મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી ઉપરોક્ત ત્રણ દિવસ સુધી આવતા જતા તમામ વાહનો માટે આ રેલવે ફાટક બંધ રહેશે. વધુમાં જણાવાયા અનુસાર આ ત્રણ દિવસો દરમિયાન અંકલેશ્વર ભરૂચ તરફથી ઝઘડિયા તરફ આવવાવાળા વાહનો દઢાલ નજીકથી તેમજ બોરોસિલ કંપની નજીકથી ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ઝઘડિયાથી જવાવાળા વાહનોએ પણ ઝઘડિયાની વાલિયા ચોકડીથી જીઆઇડીસી વિસ્તારમાં થઇને જવાનું રહેશે. આ અંગે રેલવે વિભાગ દ્વારા ભરૂચ જીલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના લાકોદરા – ઓસલામ માર્ગ પર આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી…

ProudOfGujarat

ઉમરપાડા પોલીસે યાર્નનાં ત્રીસ બોક્ષ સાથે પીકઅપ ગાડી અને બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

ProudOfGujarat

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ, ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!