કોરોના વાયરસની મહામારી વચ્ચે આજે દેશ વ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.ત્યારે લોકોના ધંધા રોજગાર બંધ હોવાથી ગરીબ વર્ગ પરેશાનીનો સામનો કરી રહ્યો છે.જોકે કોરોના સંક્રમણને વધતુ અટકાવવા લોકડાઉન જરુરી પણ છે જ.લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબોને મદદરૂપ થવા ઘણી સામાજીક સંસ્થાઓ તેમજ સેવાભાવી વ્યક્તિઓ દ્વારા આગળ આવીને ફુડ કીટોનું વિતરણ પણ કરવામાં આવે છે.પણ જ્યારે કોઇ ગરીબ શ્રમિક પોતાની મજુરીના પૈસામાંથી ખાવાનું ખરીદીને ગરીબ બાળકોને જમાડે ત્યારે તેના દ્વારા કરાયેલ આ સેવાનું કામ સાચે જ બિરદાવવા લાયક ગણાય.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પીપરીપાન ગામે ભરતભાઇ છનાભાઇ વસાવા નામના એક ગરીબ શ્રમિકે પોતાની મજુરીના પૈસામાંથી દાળ, ભાત, શાક, લાપસી જેવી વાનગી બનાવીને ગામના ગરીબ બાળકોને જમાડ્યા હતા.ગામ અગ્રણી શૈલેષભાઇ વસાવાએ ભરતભાઇને અભિનંદન આપીને તેમના આ સુંદર સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.