Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ચુંટણીને લઇને ફુટ પેટ્રોલિંગ યોજાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન દ્વારા નગરમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે તેના અનુસંધાને ઉમલ્લા નગરમાં પીએસઆઇ એન.જે.ટાપરીયાના માર્ગદર્શન હેઠળ ઉમલ્લા પોલીસના જવાનો તેમજ બહારથી આવેલ અર્ધ લશ્કરી દળની ટુકડી દ્વારા નગરમાં આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અર્ધ લશ્કરી દળની ટુકડી તેમજ સ્થાનિક પોલીસ જવાનો સાથે ઉમલ્લા પીએસઆઇ ટાપરીયા અને પીએસઆઇ આશિષકુમાર જોડાયા હતા અને જવાનોને માર્ગદર્શન આપી ફુટ પેટ્રોલિંગ યોજવામા આવ્યું હતું. નગરજનોએ ફુટ પેટ્રોલિંગ નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. આગામી ચુંટણી દરમિયાન સલામત વાતાવરણ જળવાઇ રહે અને લોકોમાં સલામતીનો અહેસાસ થાય તે હેતુસર આ ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સતચેતના પર્યાવરણ સંગઠનની અનોખી પહેલ…!

ProudOfGujarat

ભરૂચ માં ટ્રાફિક ના નિયમોને નેવે મૂકી બેરોકટોક અને બિન્દાશ અંદાજ માં પોલીસ ચોકીની સામે થી ગેરકાયદેસર રીતે ગિચો ગિચ પેસેન્જરો ભરી વહન થતી ગાડીઓ ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવી રહી છે…..

ProudOfGujarat

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં રૂા.૭૨૪.૦૭ લાખના ખર્ચે ૫૦૭ કામો હાથ ઘરાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!