Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રૂંઢ કૃષ્ણપરી ગામ વચ્ચે નર્મદા તટે આવેલ નવું બનતું મંદિર જમીનમાં બેસી ગયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે અસંખ્ય નાના મોટા પૌરાણિક દેવસ્થાનો આશ્રમો ઉપરાંત નર્મદા પરિક્રમા વાસીઓ માટેના વિશ્રામ સ્થાનો આવેલા છે. તાલુકાના કૃષ્ણપરી અને રૂઢ ગામ વચ્ચે નર્મદા કિનારે આવેલ ઉદાસીન કાષ્ણિ નર્મદા કુટીર ખાતે હાલ છેલ્લા બે વર્ષથી મંદિરનું બાંધકામ ચાલુ છે. મંદિરના મહંત કાષ્ણિ વાસુદેવાનંદજી દ્વારા નવા મંદિરના બાંધકામ દરમિયાન આશરે ૨૮ લાખ જેટલા રૂપિયાનો ખર્ચ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે. આ કુટિયા ખાતે અસંખ્ય નર્મદા પરિક્રમા વાસીઓ વિશ્રામ કરે છે, અને તેમની ભોજનની વ્યવસ્થા પણ મંદિર સંચાલક મહંત દ્વારા કરવામાં આવે છે.

ગતરોજ બપોરના સમયે મંદિરના નીચેના ભાગમાં નર્મદા કિનારા તરફ કાંઈક મોટો ધડાકો થયા બાદ મંદિર બે થી ત્રણ ફૂટ જેટલું તેની જ જગ્યાએ જમીનમાં બેસી ગયું હતું. મંદિર બેસી જવાના કારણે મંદિરની છત તેની દીવાલોમાં તિરાડો પડીને તેના કોલમ બીમ ત્રાંસા થઈ ગયા હતા, અને મોટું નુકસાન મંદિરને પહોંચ્યું હતું. આ ઘટના બાદ મંદિરમાં સેવા આપતા લોકો દ્વારા મંદિરનો સામાન બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ભાલોદથી લઇ મુલદ સુધીના નર્મદા કિનારે ઝઘડિયા તાલુકા તરફ મોટાપાયે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે સાથે સાથે નર્મદા કિનારા પર આવેલા નાના-મોટા આશ્રમો અને મંદિરો પણ ધોવાણના કારણે નર્મદા નદીમાં ગરકાવ થઈ રહ્યા છે. વર્ષોથી જમીનો ધોવાય છે છતાં તેને અટકાવવાના કોઈ અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા નથી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં ડભોલી ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલ કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

નવમા નોરતે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડીમાં નવદુર્ગા બાલિકા પૂજન કરાશે

ProudOfGujarat

અષાઢી બીજના દિવસે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ અંકલેશ્વર શહેરમાં નગરચર્યાએ નીકળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!