Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના કપાટ નજીક ખાડીમાં ડુબી જતા યુવકનું મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કપાટ ગામ નજીક વહેતી ખાડીમાં ડુબી જતા ભરૂચના એક યુવકનું મોત નીપજ્યુ હતું. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરૂચ શહેરમાં શ્રવણ ચાર રસ્તા નજીક રહેતો કિર્તનભાઇ રાજેશભાઇ જોષી નામનો ૧૯ વર્ષીય યુવક મિત્રો સાથે કપાટ ગામ નજીક ફરવા આવ્યો હતો. કપાટ નજીકથી વહેતી ખાડી જોવા આ લોકો આવ્યા હતા, ત્યારે તે દરમિયાન કિર્તનનો આકસ્મિક પગ લપસી જતા તે ખાડીના ઉંડા પાણીમાં પડી ગયો હતો. આ યુવક પાણીમાં ડુબતા તેને બચાવવાની કોશિશ કરાતા તે વ્યર્થ સાબિત થઇ હતી, અને યુવકનું ખાડીના ઉંડા પાણીમાં ડુબી જવાના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટના બની તે સ્થળ રાજપારડી પોલીસની હદમાં હોવાથી આયુશીબેન મનોજકુમાર તિવારી રહે.ભરુચનાએ ઘટના સંદર્ભે રાજપારડી પોલીસમાં જાણ કરી હતી. રાજપારડી પોલીસે બનાવ બાબતે નોંધ લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાના અંદાજિત ૨૦,૨૨૨ ભૂલકાઓ લેશે બાલવાટિકામાં પ્રવેશ

ProudOfGujarat

Live accident#Tapi : 1 died, 1 injured after fatal crash between Bike and Tempo

ProudOfGujarat

ભારે કરી : ભરૂચ નગર પાલિકા ડમ્પીંગ સાઇટ પરથી માખીઓ દૂર કરવા પાલિકાએ આટલા હજારનો ખર્ચ કર્યો..!!જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!