Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડી નજીક ફોર વ્હીલના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક એક ફોર વ્હિલ ગાડીના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફોર વ્હિલ રોડ નજીક ભેખડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં ફોર વ્હિલના ચાલકને છાતીના ભાગે માર વાગતા તેનું મોત નીપજ્યું હતું.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા ગામે નવા ફળિયામાં રહેતા શીરીશભાઇ કાંતિભાઇ પટેલ ફોર વ્હિલ ગાડી લઇને ગત તા.૧૭ મીના રોજ ભરૂચ ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન રાજપારડી નજીક માધવપુરા પાસે ફોર વ્હિલની આગળ ચાલતી એક હાઇવા ટ્રકને ઓવરટેક કરવા જતા ફોર વ્હિલ ચાલક શીરીશભાઇએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ફોર વ્હિલ રોડ નજીક આવેલ ભેખડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં શીરીશભાઇને છાતીના ભાગે માર વાગ્યો હતો. આ દરમિયાન તેમના ફળિયામાં રહેતા નિલેશભાઇ પટેલ ફોર વ્હિલ પાછળ મોટરસાયકલ પર આવી રહ્યા હતા, તેમણે મોટરસાયકલ ઉભી રાખીને જોયું તો શીરીશભાઇને છાતીના ભાગે વાગેલ હોવાથી તેઓ બોલી શકતા નહતા. ઇજાગ્રસ્તને અવિધા સરકારી દવાખાને લઇ જવાતા ત્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મરણ પામેલ જાહેર કર્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર જયભાઇ શીરીશભાઇ પટેલ રહે.ઉમલ્લા, તા.ઝઘડિયા, જી.ભરૂચનાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. વટારીયામાં શાસ્ત્રોક્ત વિધિ યોજાઈ.

ProudOfGujarat

પંચમહાલ : આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, નર્સોની મહેનતને સલામ છે.

ProudOfGujarat

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ, ભરૂચની બેંકોનું રૂ.૫૧૯૫.૦૭ કરોડનો ક્રેડિટ પ્લાન મંજુર કરાયો, કલેક્ટરનાં હસ્તે પ્લાનનું વિમોચન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!