Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના અશા ગામના યુવકનું ઉમલ્લા નજીક ઝાડ ઉપર ગળે ફાંસો ખાતા મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામના સતિષભાઇ સુરેશભાઈ વસાવા નામના ૨૧ વર્ષીય યુવકે ઉમલ્લા નજીક રોડની બાજુમાં આવેલ કેનાલ પાસે ખેતરના શેડા પર એક ઝાડ ઉપર ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યુ હતુ.

મળતી વિગતો મુજબ અશા ગામનો આ યુવક ઘરેથી પીએફના નાણાં ઉપાડવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ ઝાડ પર તેનો ફાંસો ખાધેલ દશામાં મૃતદેહ જણાયો હતો. આ અંગે સુરેશભાઇ વસાવા રહે.અશા તા.ઝઘડિયા જી.ભરૂચનાએ ઉમલ્લા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઇને સરકારી દવાખાને પીએમ કરવા મોકલ્યો હતો. ઘટના સંદર્ભે પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચ : નબીપુરમાં લોકડાઉન બાદ પ્રાથમિક શાળાઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારનાં નેશનલ પાર્ક સોસાયટીનાં ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવયુવાનોની અનોખી પહેલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!