ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેના સત્તાવાર ઉમેદવારો ના નામો જાહેર થતા જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે, ખાસ કરી ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝઘડિયા તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ રિતેશ વસાવા ને ટીકીટ આપતા ઝઘડિયા વિધાનસભા ભાજપ ના અન્ય દાવેદારોના સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આજરોજ વાલિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના સંપર્ક કાર્યલય ખાતે કેટલાય ગામના સરપંચ પરિસદ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ માંગ કરી હતી કે વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી માંથી ઝઘડિયા બેઠક માટેના ઉમેદવાર માટે ટીકીટ ની માંગણી કરી હતી જેથી પાર્ટીએ તેઓને ટીકીટ ન આપી અન્ય ને ટીકીટ આપતા સોમવારે સેવનતું વસાવા ને અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવા માટે ની સ્વંન્તુ વસાવા ના સમર્થકોએ માંગ કરી હતી.
આમ ભારતીય જનતા પાર્ટી માટે ઝઘડિયા બેઠક ઉપર બળવા થવાના એંધાણ સામે આવતા બળવા ને થાળે પાડવામાં આખે આખું સંગઠન કામે લાગ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે,તેવામાં એક સાથે ૪૭ ગામ ના સરપંચ સંગઠન ના આગેવાનોએ સેવનતું વસાવા ને અપક્ષ ઉમેદવારી માટે કરેલા સમર્થન બાદ થી રાજકિય માહોલ પણ ગરમાયો છે.