Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાથી શુકલતીર્થ મેળામાં જવા ઝઘડિયા મઢી ધાટ ખાતે માનવ મહેરામણ ઉમટ્યુ.

Share

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે ભરાતા પરંપરાગત પૌરાણિક પાંચ દિવસના મેળામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. નર્મદા કિનારે આવેલ શુકલતીર્થ પહોંચવા માટે ઝાડેશ્વર ચોકડીથી જઈ શકાય છે. આ ઉપરાંત ઝઘડિયા ખાતેથી પણ મઢી થઇને નાવડી દ્વારા શુકલતીર્થ નર્મદા કિનારે પહોંચી શકાય છે. વાલીયા, નેત્રંગ, માંગરોળ, રાજપીપળા, ડભોઇ, છોટાઉદેપુર, કવાંટ જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓ ઝઘડિયા મઢી થઇને નાવડી દ્વારા સ્થળ પર પહોંચે છે. વહીવટી તંત્ર દ્વારા ઝઘડિયા મઢી ખાતે નાવડીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

ઝઘડિયા નજીક મઢી ધાટથી નાવડીમાં બેસી શુકલતીર્થ પહોંચવું પડે છે. ઝઘડિયા મઢીથી સામે કિનારા સુધીમાં નર્મદા નદી બે ફાંટામાં વહેંચાયેલી છે, જેથી શ્રધ્ધાળુઓએ શુકલતીર્થ પહોંચવા માટે બે વખત નાવડીમાં બેસવું પડે છે અને એક કિલોમીટર જેટલું પગપાળા નર્મદાના પટમાં ચાલી શુકલતીર્થ પહોંચવું પડે છે. મોરબી ખાતે થયેલ પુલ હોનારત બાદ રાજ્યભરનું તંત્ર એલર્ટ થયું છે, અને લોકોની સુરક્ષામાં વધારો કરાઇ રહ્યો છે. ઝઘડિયાથી શુકલતીર્થ નાવડી દ્વારા જતા મુસાફરોને ઝઘડિયા પોલીસ તંત્ર દ્વારા ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે. અને નાવડીમાં પણ મુસાફરોને પ્રમાણસર બેસાડવામાં આવે છે. ઝઘડિયા ઉમલ્લા રાજપારડી વાલિયા નેત્રંગ રાજપીપળા ઉપરાંત છોટાઉદેપુર અને સુરત જિલ્લામાંથી આવતા શ્રધ્ધાળુઓને શુકલતીર્થ જવા માટે ઝઘડિયાથી ઝાડેશ્વર ચોકડીએ થઇને જતા વધુ સમય અને ભાડુ લાગે છે, જ્યારે ઝઘડિયા મઢી ખાતે તંત્ર દ્વારા કાયમી નાવડીની સુવિધા આપી હોઇ ફક્ત ૪૦ રૂપિયામાં ઝઘડિયા મઢીથી શુકલતીર્થ પહોંચી શકાય છે. જેથી ઝઘડિયા મઢીથી શુકલતીર્થ જવા માટે દર વર્ષે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

કરજણ, શિનોર, પોર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો…

ProudOfGujarat

ભરૂચમાં જામતો જતો વિધાનસભા ચૂંટણીનો રંગ – કોંગ્રેસે આપેલા ૮ વચન, લોકો સુધી પહોંચાડવા કાર્યકરો કામે લાગ્યા.

ProudOfGujarat

વિરમગામ કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.90% અને દિવ્યજ્યોત હાઇસ્કુલનું 85.26% પરીણામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!