ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઝઘડીયાનાં મારૂતિ રેસિડન્સીમાં રહેતો ભરત માળી ઈસમ પોતાની દુકાન અને ઘરેથી તમાકુનું વેચાણ કરે છે તથા ગુમાનદેવ ખાતે ચામુંડા નાસ્તા હાઉસનાં માલિક જીતેન્દ્ર સિવલાલ પટેલ, ગાયત્રી નાસ્તા હાઉસનાં માલિક રાકેસ મળીલાલ પટેલ તમાકુનું વેચાણ કરવામાં આવે છે અને ગુમાનદેવ ગામમાં રહેતા નૈનેસ રતિલાલ વસાવા પોતાના ઘરેથી વિમલ ગુટખા-તમાકુનું વેચાણ કરે છે જેથી આ તમામ જગ્યાએ ઝઘડીયા પોલીસ સ્ટાફ અને મામલતદારશ્રી તથા તેમના સ્ટાફ સાથે રહી છાપો મારતા મારુતિ રેસીડેન્સીમાંથી કુલ ૯૩૦૦ ની રકમનો વિમલ-ગુટકા તમાકુ મળી આવેલ તથા ગુમાનદેવ ચામુંડા નાસ્તા હાઉસમાં કુલ ૩૬૧ નો મુદ્દામાલ, ગુમાનદેવ ગાયત્રી નાસ્તા હાઉસમાં કુલ ૮૩૯ નો મુદ્દામાલ અને ગુમાનદેવ ગામમાં રહેતા એક ઇસમને ત્યાં ૨૫,૮૯૮ નો મુદ્દામાલ મળી આવેલ જે તમામ વિમલ ગુટકા ૩૦૦ તમાકુ અને સિગરેટનો મુદ્દામાલ મળી કુલ ૩૬,૩૯૮ નાં મુદ્દામાલ કબ્જે કરી ચાર ઇસમો વિરુદ્ધ ઝઘડીયા પોલિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા અને ગુમાનદેવ ગામનાં અલગ અલગ ચાર સ્થળેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા તમાકુ અને સિગરેટનો જથ્થો મળી આવ્યો.
Advertisement