Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉમલ્લા અને અછાલિયા ખાતે રંગ અવધૂત મહારાજની જન્મજયંતીની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તેમજ અછાલીયા ખાતે રંગ મંદિરમાં રંગ અવધૂત મહારાજની ૧૨૫ મી જન્મ જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી. વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ મંગલા આરતી બાદ અવધૂત મહારાજની પ્રતિમાને વિવિધ વેશભૂષાથી શણગાર કરી આરતી કરવામાં આવી હતી. દત્ત બાવની પાઠ ભક્તો દ્વારા સમૂહમાં કરવામાં આવ્યા હતા. સમગ્ર રંગ મંદિરમાં અવધૂત મય વાતાવરણ બન્યું હતું. અછાલિયા ગામમાં જ્યાં ખુદ અવધૂત મહારાજ પ્રતિવર્ષ પોતાની હાજરી આપતા એવી રંગ કુટીર ખાતે નરેન્દ્રસિંહ રાવની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અવધૂત મહારાજને પારણે ઝુલાવી વસ્ત્રો અને પુષ્પાહાર અર્પિત કર્યા હતા. આ પ્રસંગે દત્ત બાવની પાઠ, મહા-આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો કડોદરા પ્રહરી કેમિકલકાંડ બાબતે ચુકાદો.

ProudOfGujarat

અંકલેશ્વર- બી.ટી.પી મહિલા પ્રમુખે દેશી દારૂના બુટલેગર પર કરી શહેર પોલીસ મથકે ફરિયાદ

ProudOfGujarat

કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ખેડૂતો સાથે ભાજપના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!