Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સારસા ગામે દિપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે માછી ફળિયામાં એક દિપડા દ્વારા ગાયની તાજી જન્મેલી વાછરડીનું મારણ કરાતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. મળતી વિગતો મુજબ સારસા ગામે માછી ફળિયામાં ગઇકાલની રાત્રી દરમિયાન મહેશભાઇ શનુભાઇ કપ્તાનના વાડામાં એક દિપડો આવી ચઢ્યો હતો. આ દિપડાએ મહેશભાઇના વાડામાં બાંધેલ પશુઓ પૈકી ગાયની થોડા દિવસ પહેલા જન્મેલી એક વાછરડી પર હુમલો કરી તેને શિકાર બનાવી હતી. આ દરમિયાન વાડામાં અવાજ થતાં મહેશભાઇ ઘરનો પાછળનો દરવાજો ખોલી બહાર આવ્યા ત્યારે વાડામાં દિપડો જણાયો હતો. દરવાજો ખુલતા દિપડો ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આજે રાત્રી દરમિયાન પણ ફળિયામાં દિપડાની હાજરી જોવા મળી હતી. સતત બે દિવસથી સારસા ગામે માનવ વસતિમાં દિપડાની હાજરી જોવા મળતા ગ્રામજનો ભયભીત બન્યા છે, અને દિપડો જ્યાં આંટાફેરા મારતો જોવા મળ્યો છે તેવા સ્થળે વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે ગામમાં ખેડૂતો અને પશુપાલકો દ્વારા તેમના પશુઓ મોટાભાગે ઘરની પાછળના વાડામાં બાંધવામાં આવતા હોય છે. ત્યારે સતત બે દિવસથી ગામમાં દિપડાની હાજરી જણાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.ઉલ્લેખનીય છેકે ત્રણેક વર્ષ અગાઉ આજ ખેડૂત મહેશભાઇ કપ્તાનનો પુત્ર કિરણ ખેતરે ઢોર લઇને જતો હતો ત્યારે તેની પર દિપડાએ પાછળથી હુમલો કર્યો હતો, જોકે દિપડાના આ હુમલામાં કિરણનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોની સીમમાં શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાન મનાય છે. ઘણીવાર દિપડાઓ દ્વારા માનવ વસતિમાં આવીને પાલતુ પશુઓના મારણ કરાતા હોય છે. લાંબા સમયથી ઝઘડિયા તાલુકામાં દિપડાની વસતિ જોવા મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!