ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામની ૧૮ વર્ષીય યુવતીનું ઝેરી દવા પી લેતા તેનું કરુણ મોત નીપજ્યુ હતું. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ વણાકપોર ગામે રહેતી મહિમાબેન હરેશભાઇ વસાવા નામની ૧૮ વર્ષીય યુવતીએ ગતરોજ તા.૨૧ મીના રોજ વાડીમાં કોઇ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ યુવતીને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. ત્યાંથી તેને વધુ સારવારની જરુર જણાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે તેને તપાસીને મરણ પામેલ જાહેર કરી હતી. આ અંગે રાજપારડી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વણાકપોર ગામની આ ૧૮ વર્ષીય યુવતીનું ઝેરી દવા પી લેવાના કારણે કરુણ મોત નીપજતા ગામમાં માતમનો માહોલ ફેલાયો હતો. યુવતીએ કયા કારણસર ઝેરી દવા પી લીધી તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ