ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીની એક કંપનીમાંથી રૂ.વીસ લાખ ઉપરાંતનો કોસ્ટીક સોડા મુંબઇ ભીવંડી ખાતે પહોંચાડવા ટ્રકમાં ભરીને નીકળેલ ટ્રક ડ્રાઇવરે આ કોસ્ટીક સોડા બારોબાર રસ્તામાં જ સગેવગે કરી દીધો હોવા બાબતની ફરિયાદ ઝઘડિયા પોલીસમાં લખાવા પામી હતી.
મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપનીમાંથી કોસ્ટીક સોડા મુંબઇ પહોંચાડવાનો હતો. ઝઘડિયા ખાતેથી રુ.૨૦૯૭૪૫૦ નો કોસ્ટીક સોડા લઇને ટ્રક ડ્રાઇવર અમિત મુકેશ કનેરીયા ગત તા.૧૧ મીના રોજ નીકળ્યો હતો. દરમિયાન ત્યારબાદ ગત તા.૧૫ મીના રોજ સદર ટ્રક ચીખલી ખાતે એક હોટલ પાસે હોવાની જાણ થઇ હતી. તેમજ ગાડીમાં ભરેલ સામાન તેમાં હતો નહિ. ત્યારબાદ ટ્રક ડ્રાઇવરનો કોઇ સંપર્ક થયો નહતો. ઝઘડિયા જીઆઇડીસીમાંથી ટ્રકમાં ભરેલ રુ.વીસ લાખ ઉપરાંતનો કોસ્ટીક સોડા તેના નિર્ધારિત સમયે જ્યાં પહોંચાડવાનો હતો ત્યાં પહોંચ્યો નહતો. તેમજ ચીખલી નજીકથી મળેલ ટ્રકમાં પણ આ સામાન હતો નહિ, જેથી ટ્રક ડ્રાઇવરે બારોબાર આ સામાન સગેવગે કરી નાંખ્યો હોવાની શંકા જણાવા પામી હતી. ઘટના સંદર્ભે રુ.વીસ લાખ ઉપરાંતનો કોસ્ટીક સોડા રસ્તામાંજ ડ્રાઇવરે સગેવગે કરી નાંખ્યો હોવાની શંકા સાથે વિજયભાઇ મહેતા રહે.મુંબઇનાએ ટ્રક ડ્રાઇવર અમિત મુકેશ કનેરીયા રહે.ગામ ખોલવડ તા.કામરેજ જી.સુરતના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ