Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના લિમોદરા ગામે જુગાર રમતા બે ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે જુગાર રમતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ચાર ઇસમો પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે લિમોદરા ગામે સિંગલ ફળિયામાં પ્રકાશ જહરોલીના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઇટના બલ્બના અજવાળામાં કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળીને પત્તા પાનાનો જુગાર રમતા જણાયા હતા. પોલીસની આ રેઇડ દરમિયાન જુગાર રમતા બે ઇસમો ઝડપાયા હતા, જ્યારે અન્ય ચાર પોલીસને જોઇને નાશી છુટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રાજેશ કાલિદાસ વસાવા રહે.લિમોદરા તેમજ પ્રકાશ વરતાજી વ્યાસ હાલ રહે.ગોવાલી તેમજ મુળ રહે.દાંતિયા ગામ રાજસ્થાનનાને ઝડપી લીધા હતા, જ્યારે પોલીસને જોઇને અજય સુભાષ વસાવા, સલ્લુ ફુલસિંગ વસાવા, પ્રકાશ જહરોલી અને ધુલાડ નટવર વસાવા તમામ રહે.ગામ લિમોદરા તા.ઝઘડિયા જી.ભરૂચના નાશી છુટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રુ.૪૦૬૦ નો મુદ્દામાલ કબજે લઇને આ તમામ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

ભરુચ સ્ટેશન રોડ મિશ્રશાળામાં લાઈફ સ્કીલ મેળો યોજાયો.

ProudOfGujarat

ચૂંટણી, NRI સિઝન, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના કારણે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અધધ એરક્રાફ્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!