Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાથીજી યુવક મંડળ દ્વારા ભાથીજી મંદિરની સામેના મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૨ ફૂટ ઉંચુ રાવણનુ પુતળું મંડળના યુવાનો દ્વારા બનાવવામા આવ્યું હતું, અને તેનુ દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાવણના પુતળાનું દહન થતાં આતશબાજી જોવા મળી હતી. પુતળા દહનની સાથે જ જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. વિજયાદશમી એટલે અસત્ય અને અહંકાર સામે સત્યના વિજયનું પર્વ. વિજયના આ પર્વને ગ્રામજનોએ મીઠાઈ વહેંચીને મનાવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ-આખરે અસ્તિત્વ ગુમાવી બેઠી માં નર્મદા-શુ પાણી વગર ની નેતાગીરી જવાબદાર..!!જાણો ક્યાં નદીમાં વાહનો ફરતા થયા…

ProudOfGujarat

ખેડા : ઠાસરા નગરપાલિકામાં વોર્ડ નં.૨ ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો

ProudOfGujarat

સુરત કામરેજ પોલીસ સ્ટેશનના ગુનામા બે મોટર સાઈકલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ઝઘડીયા પોલિસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!