ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નુરાની શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણી કરવામાં આવી. તા.૪ ના રોજ ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ ઝઘડિયા રેંજ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તેમજ ઝઘડિયા આર.એફ.ઓ ના માર્ગદર્શન હેઠળ અત્રે નુરાની શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ દિન મનાવાયો હતો.કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા પ્રસંગોચિત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અગ્ર ત્રણ ક્રમે આવનાર બાળકોને ઝઘડિયા આર.એફ.ઓ. રહેવરના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજપારડી ફોરેસ્ટર હેમંત કુલકર્ણીએ બાળકોને વન્ય પ્રાણીઓ સંબંધી માહિતી આપી હતી. આયોજીત કાર્યક્રમમાં શાળાના આચાર્ય જતીનભાઇ પરમાર તેમજ શાળાના શિક્ષકો તેમજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
ઝઘડિયાના રાજપારડી ગામે નુરાની શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ.
Advertisement