ભરૂચ જિલ્લાનાં ઝધડીયા પાસેનાં ગામથી એક વ્યક્તિનો અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે 15 વર્ષની એક તરૂણીને ગામનો માથાભારે વ્યક્તિ કે જેની ઉંમર 48 વર્ષની છે જે તેને પોતાના ઘરે રાખેલ છે જેથી ભરૂચ અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી સગીરા અને તેના પરિવારને સાથે રાખી ઝધડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઝધડીયા પાસેનાં ગામમાં રહેતી 15 વર્ષની તરૂણીને લલચાવી તે ગામનો આધેડ પોતાને ઘરે છેલ્લા 4-5 દિવસથી રાખતો હતો જેની જાણ એક વ્યક્તિએ અભયમને કરી હતી અને સગીરાને આધેડની ચુંગાલમાંથી છોડાવવા અનુરોધ કર્યો હતો. અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સગીરાને પરિવારને સોંપી હતી સગીરાની વાતચીત ઉપરથી જણાઈ રહ્યું હતું કે તેની નાદાન બુદ્ધિ અને ઉંમરનો આધેડ લાભ લઈ તેને લલચાવી તેને ગેરકાયદેસર પોતાના ઘરે રાખતો હતો. આ કેસમાં સગીર વય હોવાથી પોસ્કો એક્ટ હેઠળ ગુનો ગણાય જેની ગંભીરતા લઈને ઝધડીયા પોલીસ સ્ટેશનમાં આધેડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી પોલીસ કરી રહેલ છે.
ઝધડીયા : આધેડ ઉંમરનાં વ્યક્તિએ તરૂણીને ભગાડી જતાં અભયમ 181 ની મદદથી છોડાવામાં આવી.
Advertisement