ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વીજ કર્મીઓએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. જીયુવીએનએલ ના જનરલ મેનેજરને ઉદ્દેશીને આપેલ આવેદનમાં જણાવાયું હતું કે જીયુવીએનએલ માં ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ જીવના જોખમે રાત દિવસ જોયા વિના ફરજ બજાવે છે. આ કર્મચારીઓના પગાર ધોરણ અને પગાર ભથ્થાઓમાં વિસંગતતાઓ હોવાથી તેમને આર્થિક નુકશાન થાય છે, તેથી પગાર ધોરણ મુજબના લાભ આપવા માંગ કરી હતી. આ કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાથી રીસ્ક એલાઉન્સનો લાભ આપવો, સાતમાં પગાર પંચ મુજબ એચઆરએ નો લાભ આપવો ઉપરાંત બીજા અને ચોથા શનિવારની રજાઓનો લાભ આપવાની પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. તેમજ ઓવર ટાઇમનો લાભ આપવા ઉપરાંત નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓનો લાભ આપવા પણ માંગ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ