Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના હરિપુરા ગામે આંક ફરકનો જુગાર રમતા આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં દારૂ, જુગાર જેવી પ્રવૃત્તિઓને દામવા માટે જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ સતત પ્રયત્નશીલ પુરવાર થઈ રહ્યા છે,જિલ્લામાં સતત દારૂ, જુગાર ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓ કરનાર તત્વોને ઝડપી પાડી તમામને જેલના સળિયા ગણતા કર્યા છે. તેવામાં વધુ એક સફળ રેઇડ ક્રાઇમ બ્રાંચે કરી આંક ફરકનો જુગાર રમતા ઈસમ ને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામ ખાતે આંક ફરકનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ દરોડા પાડયા હતા. ક્રાઇમ બ્રાંચનાં દરોડામાં નટવર લવધણ વસાવા રહે. હરિપુરા નાઓ પોતાના મકાનના વાડા પાછળ ખુલ્લી જગ્યામાં આંક ફરકની ચિઠ્ઠી લખતા હોય તેઓને જુગાર રમવાના સાધનો સહિત રોકડ રકમ મળી કુલ ૧૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઝઘડિયાના સંજાલી ગામ ખાતે રહેતો સંજય સોમાભાઈ વસાવા તેમજ હરિપુરા ગામે રહેતો હરેશભાઇ બુધાભાઈ વસાવાનો સમાવેશ થાય છે. આમ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ આંક ફરકનો જુગાર રમતા તત્વો સામે લાલ આંખ કરતા જુગારી આલમ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટનો માહોલ છવાયો છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

લીંબડીમાં તંત્ર દ્વારા લારીઓ હટાવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

નડિયાદમાં ચાલતા જુગારધામ પર વિજલન્સે દરોડો પાડી ૧૫ જુગારીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ : દહેજ ખાતે મળેલ ₹1,32,59,378 ના કેમિકલના કાળા રેકેટમાં દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ ને કરાયા સસ્પેન્ડ.. જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!