ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે. ૧૦૮ નાં આરોગ્ય કર્મીઓ દર્દીઓની સારવાર માટે પોતાનાથી બનતી બધી કોશિશ કરતા હોય છે.તા.૩૦ મીના રોજ બપોરના ઉમલ્લાની એમ્બ્યુલન્સને કોલ મળતા એમ્બ્યુલન્સ નજીકના વેલુગામ ગામે પહોંચી હતી. સગર્ભાબેન અનસુયા માછીનાં સંબધીઓએ જણાવેલ કે અનસુયાથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી. ત્યારે ૧૦૮ ઇ એમ ટી પ્રવીણ કુમાર બારીયા અને પાઇલોટ નિર્મલસિંહ દ્વારા આ મહિલાને એમ્બ્યુલન્સમાં લેવામાં આવી હતી. પરંતુ પ્રસુતિની પીડા વધી રહી હતી. દુખાવો વધારે હોવાથી ૧૦૮ માં હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં.ત્યારે રસ્તામાં જ આ મહિલાને ડીલિવરીના લક્ષણો જણાતા એમ્બ્યુલન્સને રસ્તાની બાજુમાં ઉભી રાખવામાં આવી.બાદમાં ૧૦૮ ની ઓફિસમાં બેઠેલ ડોક્ટરનો મોબાઇલથી સંપર્ક ચાલુ રાખીને તેમના માર્ગદર્શન મુજબ ૧૦૮ ના સ્ટાફે મહિલાને સફળ રીતે પ્રસુતિ કરાવી હતી.મહિલા અને બાળક બંને સ્વસ્થ હતા.બાદમાં તેઓને જરુરી સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ ગયા હતા.૧૦૮ ના સ્ટાફની આ પ્રસંશનિય કામગીરીને મહિલાના સંબંધીઓ તેમજ ઉપરી અધિકારીઓએ બિરદાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.