Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં તસ્કરોનો હાથફેરો, રૂ ૨.૩૩ લાખનો સામાન ઉઠાવી ગયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીની એક કંપનીમાંથી કોઇ અજાણ્યા ચોર રુ.૨.૩૩ લાખનો સામાન ચોરી ગયા હોવાની ઘટના બનવા પામી છે. ઝઘડિયા જીઆઇડીસીની સિક્કા ઇન્ડિયા પ્રા.લિ. કંપનીના મેનેજર ભુવેન્દ્રસિંગ ચંદ્રસિંગ કાર્કિ રહે.આજવા રોડ વડોદરાનાએ ચોરીની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેઓ રજા ઉપર હતા તે દરમિયાન ગત તા. ૧૨ મીના રોજ ફોન દ્વારા તેમને કંપનીમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ તેઓ કંપની પર આવ્યા હતા. તપાસ કરતા કંપનીમાં રાખેલ સિગ્નલ વ્હાઇટ પેન્ટ કેમિકલના વિવિધ ડ્રમ તેમજ કંપનીની ઓફિસમાંથી એચ.પી. કંપનીના બે નંગ ઇટેલ કોર-૫ પોર્ટેબલ સીપીયુ મળી કુલ રુ.૨,૩૩,૧૦૦ ની કિંમતના સામાનની ચોરી થઇ હતી. ચોરીની આ ઘટના બાબતે ઝઘડિયા પોલીસે કંપનીમાંથી સામાન ચોરી જનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના ઝાડેશ્વર રોડ પરની પુષ્પકુંજ સોસાયટી ખાતે હાઇ વોલ્ટેજ ના કારણે વીજ ઉપકરણો ફૂંકાયા લોકોમાં આક્રોશ

ProudOfGujarat

ઝઘડિયા અને લિમોદરાની સીમના સાત ખેતરોમાંથી બોરવેલના સાધનો ચોરાયા

ProudOfGujarat

સુરત : સિંગણપોર કોઝવે પાસે તાપી નદીમાંથી મગર મળી આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!