બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે બપોરના સમયે ઝઘડિયાથી રાજપારડી જતા માર્ગ પર ગફલતભરી રીતે પુર ઝડપે આવેલ ઇકો વાનના ચાલકે રસ્તા પરથી પસાર થતા એક છકડાને ટક્કર મારતા છકડામાં સવાર બાળકી સહિત બે વ્યક્તિઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ ઉપસ્થિત લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટના બાદ ઇકો વાનનો ચાલક પોતાની ઇકો લઇ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ આસપાસના ગ્રામજનો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ અકસ્માત ગ્રસ્ત છકડાને રસ્તા વચ્ચેથી હટાવી માર્ગને ખુલ્લો કર્યો હતો,અકસ્માતની ઘટનાના પગલે એક સમયે ઝઘડિયા, રાજપારડી માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જોકે પોલીસના કર્મીઓએ તાત્કાલિક દોડી જઈ ટ્રાફિકને ખુલ્લો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.
હારૂન પટેલ : ભરૂચ