Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના નવી તરસાલી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે આવેલ શેૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળામાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજીત કાર્યક્રમમાં ભાલોદ, તરસાલી તેમજ આજુબાજુના વિસ્તારના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં પાસ થયેલા મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કૂલબેગ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આયોજિત કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા ઉપસ્થિતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આ પ્રસંગે રજુ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં શાળાના શિક્ષકોને પણ ભેટ આપીને સન્માનિત કરાયા હતા. આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો.મોઇન મલેક ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત માસ્ટર સાબીરભાઈ મોહમ્મદ, માસ્ટર અબ્બાસભાઈ, રાજપારડીના મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝઅલી સૈયદ, ઝઘડિયા એપીએમસીના ચેરમેન દિપકભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં નવા ત્રણ કોરોના કેસ સાથે કુલ આંક ૧૧૨ થયો.

ProudOfGujarat

લીંબડીનાં મફતીયાપરામાંથી રામદેવજીનો વરઘોડો નીકળ્યો.

ProudOfGujarat

માંગરોળનાં વસરાવી ગામે ખેતરમાંથી ઈલેક્ટ્રીક મોટર, જનરેટર અને લોખંડના સળિયાની ચોરી કરનાર પાંચ ઈસમોને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!