Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ખરચી ભીલવાડા ગામે જુગાર ઝડપાયો, એક ઇસમ પકડાયો સાત નાશી છુટયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ભીલવાડા ગામે ચાલતા જુગાર પર પોલીસે છાપો મારતા એક ઇસમ સ્થળ ઉપરથી ઝડપાયો હતો, જ્યારે અન્ય સાત જેટલા ઇસમો પોલીસને જોઇને નાશી છુટ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ખરચી ભીલવાડા ગામે ટાંકી ફળિયામાં કેટલાક ઇસમો જુગાર રમે છે.

પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇને કેટલાક ઇસમો નાશી છુટ્યા હતા, જ્યારે એક રૂપેશ વસાવા નામનો ઇસમ ઝડપાઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ રુ.૩૬૦૦ નો મુદ્દામાલ કબજે લઇને જુગાર રમતા પકડાયેલ અને નહિ પકડાયેલ ઇસમો રૂપેશભાઇ નાનુભાઇ વસાવા, છનાભાઇ લખીયાભાઇ વસાવા, મંગાભાઇ છોટુભાઇ વસાવા, વિઠ્ઠલભાઈ છોટુભાઈ વસાવા, દશરથભાઇ શનાભાઇ વસાવા, અરવિંદભાઇ ચતુરભાઇ વસાવા, વિજયભાઇ રાજુભાઇ વસાવા તમામ રહે.ગામ ખરચી ભીલવાડા તા.ઝઘડિયા તેમજ યોગેશભાઇ પરભુભાઈ પટેલ રહે.ખરચી ગામ તા.ઝઘડિયા જી.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

રાજપીપળા : દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે કલેકટર નર્મદાને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ધનતેરસ પર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

મોરવા હડફની ચૂંટણીમાં શિક્ષકોને વીમા કવચ સહિતની સુવિધા પુરી પાડવાની શિક્ષણ સંઘની માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!