Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના એક ગામે સાત વર્ષની બાળકીને ઉઠાવી જનાર યુવક ઝડપાયો.

Share

મુળ બહારથી આવીને રોજગાર માટે હાલ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતો એક પરિવાર તાલુકાના એક સ્થળે પડાવ નાંખીને રહે છે, અને અન્ય કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં એક સાત વર્ષીય બાળકી પણ રહે છે. દરમિયાન ગત તા.૮ મી ના રોજ પરિવારના સભ્યો રાત્રે અગિયારેક વાગ્યાના સમયે ઝુંપડાની સામે ખાટલા નાંખીને સુઇ ગયા હતા. આ લોકો રાતના ત્રણેક વાગ્યે વરસાદનું ઝાપટું આવતા ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે બાળકી તેની પથારીમાં હતી નહિ. તેથી બાળકીના માતાપિતા અને પરિવારના સભ્યો તેને આજુબાજુમાં શોધવા નીકળ્યા હતા. દરમિયાન ત્યારબાદ સાડા ચારેક વાગ્યાના સમયે અંધારામાં એક અજાણ્યો છોકરો આ બાળકીને લઇને ઉભેલો જણાયો હતો. બાળકીના પિતાએ દોડીને તેને પકડી લીધો હતો. આ છોકરાને પુછતા તેણે તેનું નામ વિશેષ ઉર્ફે છોટુ જીતેન્દ્ર ચૌહાણ હાલ રહે.માંડવા તા.અંકલેશ્વર અને મુળ ઉત્તરપ્રદેશના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીને પુછતા તેણીએ જણાવ્યું હતું કે આ છોકરો તેને ઉંચકીને રોડની બાજુમાં લઇ ગયો હતો અને હાથથી તેને મારતો હતો. આ અંગે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરાતા આ છોકરાને પોલીસના માણસો પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. આ છોકરો આ બાળકીને કોઇ ગુનાહિત ઇરાદે ઉપાડી ગયો હોવાની શંકા સાથે છોકરીને ઘસડીને તેમજ મારીને ઇજાઓ પહોંચાડતા બાળકીના પિતાએ તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો ઝડપાયો, સુરતથી ટ્રાન્સફર વોરંટ હેઠળ એલ.સી.બી એ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલયો..!

ProudOfGujarat

પંચમહાલની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા સહાયક અધ્યાપકો દ્વારા ધારાસભ્યને લેખિત આવેદન આપ્યુ.જાણો કેમ?

ProudOfGujarat

કરજણના હલદરવા ગામના પાટિયા નજીક મોટરસાઈકલ સવારે મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!