Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા એલસીબી એ ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો.

Share

ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ એક બંધ બોડીની ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રેખાબેન સતિષભાઇ વસાવા રહે.નવાગામ કરારવેલ તા.અંકલેશ્વરનાએ બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ભરીને ઝઘડિયા જીઆઇડીસીમાં રોડ ઉપર પાર્ક કરી રાખેલ છે. એલસીબી પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારીને બાતમી મુજબની ગાડી પાસે જઇને તપાસ કરતા ગાડીનો ચાલક કે અન્ય કોઇ હાજર મળેલ નહી. પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની નાની-મોટી ૮૫૩૨ નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળેથી રૂ.૧૧૩૬૪૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો તેમજ રુ.૧૦ લાખની કિંમતની બંધ બોડીની ગાડી મળીને કુલ રૂ.૨૧૩૬૪૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો, અને સ્થળ ઉપર હાજર નહી મળેલ અને દારુનો જથ્થો મંગાવનાર રેખાબેન સતિષ વસાવા રહે.નવાગામ કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અને ગાડીનો ચાલક મળી કુલ ત્રણ સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર અવાદર ગામ પાસે કચરા ના ખડકાતા ઢગ થી સમસ્યા…

ProudOfGujarat

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!