Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ગોવાલી નજીક બિસ્માર માર્ગના કારણે સ્થાનિકોએ ચક્કાજામ કરતા તંત્ર થયું દોડતું.

Share

ભરૂચ જિલ્લાના મુલડ, ગોવાલીથી ઝઘડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છેલ્લા કેટલાય વખતોથી બિસ્માર બન્યો છે. માર્ગ પર મસમોટા ખાડા અને ઊડતી ધૂળની ડમરીઓના કારણે તેના પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત સ્થાનિકોની હાલત કફોડી બની છે, ચોમાસા દરમિયાનથી જ બિસ્માર માર્ગની સમસ્યાઓનો સામનો કરતા લોકોનો રોષ હવે તંત્ર સામે ચરમસીમાએ પહોંચ્યો છે.

આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના ગોવાલી ગામ નજીક મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભેગા થઇ વાહન વ્યવહાર અટકાવી ચક્કાજામ કરતા તંત્રના અધિકારીઓ સહિત પોલીસ કર્મી દોડતા થયા હતા. કલાકો સુધી અનેક વાહનોના પૈડાં થભી જતા રસ્તા પર ભારે ટ્રાફિકની સ્થિતિનું સર્જન થયું હતું, સ્થાનિકોએ જણાવ્યું હતું કે અવારનવાર આ બિસ્માર રસ્તા બાબતે તંત્રમાં રજુઆત કરી છે છતાં આજદિન સુધી તેઓની રજુઆતોનું કોઇ જ નિરાકરણ આવતું નથી જે બાદ હવે લોકો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે.

ચોમાસાની ઋતુ અગાઉથી બિસ્માર બનેલ રસ્તાના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓને સમસ્યાઓ પડી રહી છે, ઝઘડિયા જીઆઇડીસી વિસ્તાર હોય કે આસપાસના ગામને જોડતા મુખ્ય માર્ગ હોય તમામ માર્ગ આજે મસમોટા ખાડાના કારણે તકલાદી બન્યા છે. અનેક વાર રજુઆત છતાં તંત્ર આ વિસ્તારોમાં ધ્યાન ન આપતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ચોમાસાની ઋતુ બાદથી અહિયાંના માર્ગો પર જોવા મળી છે.

Advertisement

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ અનેક પ્રવાસીઓ આ રસ્તાનો ઉપયોગ કરી જતા હોય છે, તેમજ સ્થાનિકો માટે પણ એક માત્ર મુખ્ય માર્ગ આ જ છે છતાં તકલાદી કામગીરી અને કરવામાં આવતા રીપેરીંગ કાર્યમાં પણ કંઇક ખાસ કામગીરી ન થતી હોય અવારનવાર આ માર્ગ બિસ્માર બને છે જે બાદ હવે લોકો પણ વરસાદી ૠતુએ ખમૈયા કરતા જ તંત્રની સામે બાયો ચઢાવી આંદોલનનો માર્ગ અપનાવીને બિસ્માર માર્ગનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઈઝરી

ProudOfGujarat

સોનગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કક્ષાની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સમરસ પેનલ વિજયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!