Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ખરચી ગામે વૃદ્ધાને ખેતરનાં રૂમમાં પૂરી ઇસમે સોનાની બંગડીઓની લુંટ કરી.

Share

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે રહેતા ઉજમબેન ગણપતભાઈ પટેલ નામની ૮૦ વર્ષીય વૃદ્ધાનું એક ખેતર સરદારપુરા તરફ જવાના રોડ પર આવેલું છે, જેમાં આંબાવાડીયુ બનાવેલું છે. ગતરોજ ઉજમબેન બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેમના આંબાવાડિયાવાળા ખેતરે ગયેલ હતા. તેઓ આંબાવાડીમાં સાફ-સફાઈ કરતા હતા ત્યારે ચાર વાગ્યાના અરસામાં એક માણસ તેમની પાસે આવ્યો હતો અને જણાવેલ કે હું ગુમાનપુરા ગામથી આવું છું અમોએ તમારા આંબાની કલમો રોપવાનું કામ રાખેલ હતું, અમારી મજૂરીના રૂપિયા ૪૦૦૦ કાકા પાસે લેવાના બાકી છે તેવી વાત કરી હતી. ઉજમબેને આ આવેલા ઈસમને જણાવ્યું હતું કે તું તારો મોબાઈલ ફોન આપ મારા છોકરાને પૂછી લઉં કે તારા પૈસા બાકી છે કે કેમ ? અને બાકી હશે તો હું આપી દઈશ. તેણે તેમના છોકરા સાથે મોબાઇલ ઉપર વાત કરાવેલ નહીં અને ઉજમબેનની નજીકમાં આટા ફેરા મારવા લાગ્યો હતો. તે દરમિયાન ઊજમબેન તેમનો ખેતીનો સામાન રૂમમાં મુકતા હતા ત્યારે આ ઇસમે ઉજમબેનને ધક્કો મારી રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ઉજમબેનને રૂમમાં ગોંધી દીધા હતા. જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને તેમણે જણાવેલ કે તું મને મારતો નહી તને જે જોઈએ તે લઈ લે, જેથી આ ઇસમે ઉજમબેનના હાથમાંની ચાર તોલાની બે બંગડીઓ રૂ.૧૮૦૦૦૦ ની કિંમતની બળજબરીથી કાઢી લઇને રૂમ ખોલીને રોડ બાજુ જતો રહ્યો હતો. લુંટારૂએ રોડ પર મોટરસાયકલ ઉભું રાખેલ હોય તે મોટર સાયકલ લઈને સરદારપુરા ગામના રોડ બાજુ જતો રહ્યો હતો.ઝઘડિયા પોલીસે ઉજમબેનની ફરિયાદ મુજબ લુંટ કરી નાશી જનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી વિપુલભાઈ પટેલ એ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

ProudOfGujarat

ભરૂચમાંથી મુસ્લિમ દીકરીઓને અન્ય ધર્મના યુવાનો ભગાડી લઇ જઈ લગ્નો કરવાના કિસ્સા વધતા કરાઈ રજુઆત.

ProudOfGujarat

જામનગર-11 PSI ની આંતરિક બદલી કરતા જિલ્લા પોલીસ વડા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!