Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મદદનીશ ઇજનેરને ખોટુ બીલ બનાવવાનું દબાણ કરાયું હોવાનો આક્ષેપ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, કારોબારી અધ્યક્ષ રિતેશ વસાવા તેમજ પડવાણીયાના પૂર્વ સરપંચ રાજન વસાવા તરફથી તાલુકાના અધિક મદદનીશ ઇજનેરને પડવાણીયા ગ્રામ પંચાયતના કામનું ડુપ્લિકેટ બિલ બનાવવાની ફરજ પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરાતા આ બનાવને લઇને તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આ ઇજનેર દ્વારા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને આ અંગેની કબુલાત કરતું કબુલાતનામું પણ લખી આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના સંદર્ભે કેટલાક વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતા થયા હતા. મળતી વિગતો અનુસાર ઇજનેરના કબુલાતનામામાં જણાવાયું હતું કે ઉપરોક્ત હોદ્દેદારો તરફથી પડવાણીયા ગ્રામ પંચાયતના ગટરલાઇનના કામ માટેનું રુ.બે લાખનું ડુપ્લિકેશન ચુકવણું કરવા બિલ લખવાની આ ઇજનેરને ફરજ પાડવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે સદર કામને લગતા બિલનું ચુકવણું અગાઉ કરવામાં આવેલ હોવાનું પણ આ કબુલાતનામામાં જણાવાયું હતું. આ અંગે સોશિયલ મિડીયામાં ફરતા થયેલ કબુલાતનામું તેમજ વિડીયોને લઇને સમગ્ર તાલુકામાં તરહતરહની ચર્ચાઓ ઉઠવા પામી હતી. ઘટનાને લઇને તાલુકા પંચાયત સદસ્ય બાલુભાઈ વસાવા, ધારાસભ્ય છોટુભાઈ વસાવા, પડવાણીયાના સરપંચના પતિ ઉમેશભાઇ વસાવા તેમજ અગ્રણી કનુભાઇ વસાવાના નિવેદન આધારિત વિડીયો સોશિયલ મિડીયામાં ફરતા થયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતેના ફતેહનગર વિસ્તારમાંથી બાઈક ચોરી કરી ચોર ફરાર.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો…

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ ખાતે મંદિરની દેરી પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાંચે કરી એક આરોપીની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!