ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામનાં મખદુમ મલેક અને મોસીન મલેક નામના બે મિત્રો નર્મદા નદીમાં નહાવા ગયા હતા ત્યારે નદીના પાણીમાં ડુબવા લાગતા એક સ્થાનિક નાવડીવાળાએ બંનેને બચાવવા ભારે જહેમત કરી હતી.પરંતુ તેમાં આ બે યુવકો પૈકી મોસીનને બચાવવામાં સફળતા મળી હતી.જ્યારે મખદુમ નામનો બીજો યુવાન પાણીમાં લાપત્તા થઇ ગયો હતો.નદીમાં ડુબેલા મખદુમ મલેક નામના આ યુવકના ભાઇ ગુલામહુશૈન ઇસ્માઇલ મલેક રહે.ગામ નવી તરસાલી તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં ઘટના સંબંધે જાણ કરતા પોલીસે સ્થાનિક તરવૈયા તેમજ ફાયર ફાઇટરોની ટુકડીની મદદ લઇ મખદુમભાઇની શોધખોળ આરંભી હતી.પરંતુ નદીમાં લાપત્તા થયેલ મખદુમની કોઇ ભાળ મળી ન હતી.દરમિયાન આજે ઘટનાના ત્રીજા દિવસે જુની તરસાલી ગામની મસ્જીદના પાછળના ભાગે નર્મદા નદીમાં પાણીમાં તરતો મૃતદેહ દેખાતા તપાસ કરતા તે મૃતદેહ બે દિવસ અગાઉ પાણીમાં લાપત્તા થયેલા મખદુમનો હોવાનું જણાતા મૃતદેહને બહાર કાઢીને તેને પી.એમ.માટે અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો.આ યુવાન પાણીના ભારે પ્રવાહમાં તણાઇને ડુબી ગયો હશે એમ માનવામાં આવી રહ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ