Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા નજીકની કંપનીમાં હાઇડ્રાની તુટેલી લોખંડની પ્લેટ નીચે દબાઇ જતા કામદારનું મોત.

Share

ભરૂચ જીલ્લામાં ઘણા ઔદ્યોગિક એકમોમાં અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓમાં કામદાર શ્રમિકોના મોત પણ થતાં હોય છે. આવી જ એક જીવલેણ ઘટનામાં ઝઘડિયા નજીક આવેલ બોરોસીલ નામની કંપનીમાં બોરનું કામ કરતી વખતે હાઇડ્રાનો બેલ્ટ તુટી જતા લોખંડની પ્લેટ પર કામ કરતા લેબર પર પડતા પ્લેટ નીચે દબાઇ ગયેલ આ લેબર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું મોત નીપજ્યું હતું.

મળતી વિગતો મુજબ મુળ વેસ્ટ બંગાલનો રહીશ અને હાલ બોરોસિલ કંપનીની લેબર કોલોની ખાતે રહેતો ૩૦ વર્ષીય સફીકુલ તામીજઉદ્દિન શેખ ગતરોજ તા.૧૯ મીના રોજ અન્ય કામદારો સાથે બોરોસિલ કંપનીમાં પાયલિંગ (બોર) નું કામ કરવા ગયો હતો, તે દરમિયાન સવારના અગિયાર વાગ્યાના સમયે હાઇડ્રાનો બેલ્ટ તુટી જવાથી લોંખડની પ્લેટ નીચે પડી હતી. આ પ્લેટ નીચે સફીકુલ દબાઇ જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સફીકુલને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યાં આ ઇજાગ્રસ્ત કામદારને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના બાબતે મૃતકના પિતરાઇ ભાઇ નાઝીરહુશેન શેખ હાલ રહે. બોરોસિલ કોલોની અને મુળ વેસ્ટ બંગાલનાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં આવેલા ઉધોગો પૈકી ઘણા ઉધોગોમાં વારંવાર સર્જાતી જીવલેણ ઘટનાઓને લઇને ઉધોગોમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસને લઇ મોકડ્રીલ યોજાયું.

ProudOfGujarat

ભરૂચ એલ સી બી પોલીસે કરગટ ગામની સીમમાં ફાર્મહાઉસમાંથી ચોરાયેલ બોરવેલના લોખંડના ઓજારોને વેચાણ લેનાર આરોપીને ઝડપી પાડયો…

ProudOfGujarat

પૂર્વ કલેક્ટરે લાંગાએ જમીન કૌભાંડ મામલે રીમાન્ડની કાયદેસરતાને પડકારતી અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!