ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં બહેનો દ્વારા પોલીસ કર્મીઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. રક્ષાબંધન એટલે ભાઇબહેન વચ્ચેના લાગણીસભર સંબંધનું મહત્વ દર્શાવતું પર્વ. રાજપારડી પોલીસ મથકે બહેનો દ્વારા યોજાયેલ રક્ષાબંધન કાર્યક્રમમાં સામાજિક અગ્રણી નરેન્દ્રસિંહ રાજ, ઝઘડિયા તાલુકા પંચાયત સદસ્ય સોનલબેન રાજ, અગ્રણી મહેશભાઇ પાટણવાડીયા, સામાજિક કાર્યકર ઉર્મિલાબેન વસાવા, ઝઘડિયા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ સરલાબેન પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય વર્ષાબેન તેમજ અન્ય અગ્રણીઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બહેનોએ પીએસઆઇ જી.આઇ.રાઠોડ તેમજ અન્ય પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. ઉપરાંત તાલુકાના પ્રાંકડ ખાતે પણ રક્ષાબંધન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમજ સારસા ગામે યોજાયેલ રક્ષાબંધન અંતર્ગત કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ, ઉપસરપંચ ભાવિકાબેન પટેલ, સામાજીક અગ્રણીઓ હિરલ પટેલ અને સતિષ પટેલ તેમજ અન્ય મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાંકડ તેમજ સારસાની બહેનો દ્વારા રાખડીના પેકેટ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહને મોકલવામા આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ