ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે આવેલ પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા સામાજિક લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા તલોદરા ગામે ૮ કલાક દવાખાનું ચલાવવામાં આવે છે. આ ઉપરાંત તાલુકાની શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવી જવાબદારી પૂર્ણ સેવાઓ આપવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલબેગ ઉપરાંત શાળાઓમાં બેન્ચીસોની પણ મદદ પૂરી પાડવામાં આવે છે. અનાથ બાળકો, વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવા ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષો વાવેતર કરવા માટે તેના છોડ પણ પૂરા પાડવામાં આવે છે.
પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલબેગ તથા હાઇજેનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાણીપુરા પ્રાથમિક શાળાના ૬૧૦ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યો હતો, તથા ૩૦૫ સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૪ ના વર્ગોમાં હાઇજેનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ ફાઉન્ડેશનના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ વસાવા તેમના સહયોગી રાજુલભાઈ પટેલ, રાણીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ઉપેન્દ્રભાઈ તથા તમામ શિક્ષણ ગણ, રાણીપુરા ગામના સરપંચ મીતાબેન વસાવા તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ