ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આવેલ કેએલજે નામની કંપનીમાંથી ગત તા.૨૯ મીની રાત્રી દરમિયાન પ્રોજેક્ટના કામ માટે રાખવામાં આવેલ રૂ.૩૭૨૯૫૦ ની કિંમતના સામાનની ચોરી થઇ હતી. કંપની સત્તાવાળાઓ આ સંદર્ભે ગતરોજ તા.૮ મીના રોજ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવવા ગયા ત્યારે પોલીસ દ્વારા તેમને જણાવાયું કે દધેડા ખાતે રહેતો મુળ યુપીનો ગુફરાન મુખ્તાર જવાહીરખાન નામનો ઇસમ એસ.એસ.ના સાધનો સાથે પકડાયો છે. પોલીસે કંપનીમાંથી ચોરાયેલ વસ્તુઓ કંપની સત્તાવાળાઓને બતાડી હતી. પોલીસ દ્વારા આ સામાન સાથે ઝડપાયેલ ઇસમ પાસેથી ખબર પડી હતી કે તે અંકલેશ્વરના ભંગારના વેપારી મોહનલાલ રામકિશન ગુપ્તાની દધેડાની દુકાનમાં બેસતો હોઇ તેની ભંગારની દુકાનમાં તલોદરા ગામનો સતિષ મોહન વસાવા વેચાણ કરી ગયેલ હતો. પોલીસે કુલ રૂ.૨૯૦૧૫૦ ની કિંમતના આ ચોરીના મનાતા સામાન સાથે ગુફરાનની ધરપકડ કરેલ હતી. આ ઘટના સંદર્ભે કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી કરતા વિરેન્દ્ર હરજીવનભાઇ ચૌહાણે સતિષ મોહનભાઈ વસાવા રહે.તલોદરા તા.ઝઘડિયા, ગુફરાન મુખ્તાર જવાહિરખાન હાલ રહે.દધેડા તા.ઝઘડિયા મુળ રહે.ઉત્તરપ્રદેશ તેમજ મોહનલાલ રામકિશન ગુપ્તા રહે.અંકલેશ્વરના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ