ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝઘડીયા તાલુકા કક્ષાની કલા ઉત્સવ અને “ હર ઘર તિરંગા ” સ્પર્ધા બીઆરસી ભવન ઝઘડીયા મુકામે યોજાઈ હતી. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ ડાયેટ ભરૂચ સંચાલિત અને બીઆરસી ભવન ઝઘડીયા આયોજીત ઝઘડીયા તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ બીઆરસી ભવન ઝઘડિયા મુકામે આજરોજ તા. ૮ મી ઓગસ્ટના રોજ યોજાયો હતો.
કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં પ્રા.શા.ઉમલ્લા કન્યાશાળાની વિધ્યાર્થીની વસાવા જ્યોત્સનાબેન સુરેશભાઈ, બાલકવિ સ્પર્ધામાં પ્રા.શા.ઉમધરાનો પટેલ અશ્વિનકુમાર રામકૈલાશ, સંગીત ગાયન સ્પર્ધામાં પ્રા.શા.જેસપોરની વસાવા મહેશ્વરીબેન મહેન્દ્રભાઈ,સંગીત વાદન સ્પર્ધામાં પ્રા.શા.રાયસીંગપુરાનો વસાવા ધવલભાઈ સુરેશભાઈ પ્રથમ ક્રમે આવ્યા હતા. જ્યારે “ હર ઘર તિરંગા ” અન્વયે વકતૃત્વ સ્પર્ધામાં ડી.ડી.હાઈસ્કૂલ ઝઘડિયાની પુરોહિત યસ્વીબેન આર, ગીત સ્પર્ધામાં પ્રા.શા.ઝઘડીયા બ્રાન્ચનો વસાવા જયકુમાર એમ., નિબંધ સ્પર્ધામાં પ્રા.શા.કદવાલીનો વસાવા ઉમેશભાઈ જી., આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધામાં પ્રા.શા.ઝઘડીયા કુમારશાળાનો દાસ રાહુલકુમાર આર., ભારતનાં રાષ્ટ્રધ્વજની વિકાસયાત્રા પ્રદર્શન સ્પર્ધામાં પ્રા.શા.રઝલવાડાનો વસાવા દિવ્યાંગકુમાર આર. પ્રથમ ક્રમે આવેલા હતાં. આ પ્રસંગે ડાયેટ ભરૂચનાં પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટ, વિજ્ઞાન સલાહકાર પી.બી.પટેલ, ઝઘડીયા તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘનાં મંત્રી અતેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્લોક સ્ટાફ ટીમ ઝઘડીયાએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે આભાર દર્શન ઝઘડીયા બી.આર.સી.કો.ઓ.રાજીવભાઈ પટેલે કર્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ