સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સરકારી ભાવે અનાજ, ખાંડ, તેલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ તેના નિયત કરેલા જથ્થામાં આપવામાં આવે છે.આવા રેશનકાર્ડ જેતે વ્યક્તિની આર્થિક સધ્ધરતાને લઇને અપાતા હોય છે.રેશનકાર્ડોમાં અંત્યોદય બીપીએલ તેમજ એપીએલ કેટેગરીના રેશનકાર્ડ હોય છે.આવા રેશનકાર્ડ જેતે વ્યક્તિની આર્થિક સધ્ધરતાને ધ્યાનમાં લઇને અપાતા હોય છે.બીપીએલ યોજના અંતર્ગત બીપીએલમાં સમાવિષ્ટ વ્યક્તિને ૦ થી લઇને તેનાથી વધીને સ્કોર અપાતા હોય છે.સામાન્ય રીતે ગરીબ નાગરીકોને ૦ થી ૧૬ વચ્ચેના સ્કોરમાં સમાવાતા હોય છે.રેશનકાર્ડમાં બીપીએલ કેટેગરીના રેશનકાર્ડ સામાન્ય રીતે રીતે બીપીએલ યોજનામાં સમાવાયેલી હોય તેવી વ્યક્તિને આપવાના હોય છે.પરંતુ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડો હાલમાં આર્થિક સધ્ધરતા ધરાવતી અને જેમના નામો પણ બીપીએલ યોજનામાં નથી એવી વ્યક્તિઓ પાસે હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.ત્યારે ઝઘડીયા મામલતદાર કચેરી દ્વારા જે વ્યક્તિઓ બીપીએલ રેશનકાર્ડને યોગ્ય નથી તેવી કેટલી વ્યક્તિઓને બીપીએલ રેશનકાર્ડની લ્હાણી કરાવવામાં આવી છે એ બાબતે તાલુકાની જનતામાં વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે અને જે વ્યક્તિઓ ખરેખર બીપીએલ રેશનકાર્ડને લાયક નથી તેવી વ્યક્તિઓ કેવી રીતે આવા કાર્ડ મેળવીને તેનો લાભ લઇ રહી છે?!આવા બીપીએલ રેશનકાર્ડો તાલુકાના પુરવઠા વિભાગની અમી નજરથી બન્યા છે કે અન્ય રીતે? આવા સવાલો પણ તાલુકાની જાગૃત જનતામાં ઉઠવા પામ્યા છે.લોકડાઉન પુર્ણ થયે એક જાગૃત નાગરીક દ્વારા આ બાબતે આર.ટી.આઇ.પણ માંગવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે આર.ટી.આઇ.બાદ દુધનું દુધ અને પાણીનું પાણી અલગ પડી જાય તો પણ નવાઇ નહિં ગણાય!
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.