Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના પાણેથા ગામે ખુલ્લા વાડાની જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ઘરની પાછળના ખુલ્લા વાડાની જગ્યામાં બલ્બના અજવાળામાં બેસીને જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચ ઇસમો પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા. ઉમલ્લા પોલીસને મળેલ બાતમી મુજબ પીએસઆઇ એન.જે.ટાપરીયા અને ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળે પાણેથા ગામે છાપો મારતા ઘટના સ્થળેથી અલ્તાફ મલંગ મલેક, રાજેશ રણછોડ વસાવા, કાલિદાસ ચંદુ વસાવા તેમજ આશિફ હબીબ પઠાણ તમામ રહે.ગામ પાણેથાના કુલ રુ.૧૬૧૬૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જ્યારે અન્ય પાંચ ઇસમો સંજય ઠાકોર વસાવા, મકબુલ બચુભાઈ દિવાન, અવિનાશ રમેશ વસાવા, ચાંદખા ઇમામખા પઠાણ તેમજ લાલાભાઇ ગણપત તડવી તમામ રહે.ગામ પાણેથા તા.ઝઘડિયાના પોલીસની રેઇડ જોઇને નાશી છુટ્યા હતા. ઉમલ્લા પોલીસે આ તમામ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સદર કામગીરી ઉમલ્લા પીએસઆઇ ટાપરીયાના માર્ગદર્શન હેઠળ હે.કો.શ્રવણભાઇ, હે.કો.પંકજભાઇ,પો.કો.ગૌરવસિંહ તેમજ પો.કો.રાજનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : AIMIM નાં અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીથી ગુજરાત મુલાકાતે- જાણો શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

નેત્રંગ : કેલ્વીકુવા ગામે મારૂતિ કાર ખાડીમાં ઉતરતા અકસ્માતની ઘટના બની.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના મિત્ર ચેસ્લી ક્રિસ્ટની આત્મહત્યાના સમાચારથી થઈ ભાવુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!