Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાની વિધવા યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ માર માર્યો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાની એક વિધવા યુવતીએ તેના પ્રેમી સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા તેના પ્રેમીએ તેને મારમારી મારી નાંખવાની ધમકી આપતા યુવતીએ તેના પ્રેમી વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ બે સંતાનની માતા એવી યુવતીનો પતિ છેલ્લા આઠેક મહિનાથી મરણ પામેલ છે. ત્યારબાદ આ યુવતીને ઉમેશ રાજુભાઇ વસાવા રહે.ઝઘડિયાના સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા પંદરેક દિવસથી યુવતીએ ઉમેશ સાથે સંબંધ રાખવાની ના પાડી હતી. દરમિયાન ગત તા.૧ લીના રોજ યુવતી ઘર બહાર નીકળી હતી ત્યારે ઉમેશ મોટરસાયકલ લઇને ત્યાં આવી ચડ્યો હતો. ઉમેશે યુવતીને કહ્યુ હતુ કે મારો ફોન કેમ ઉઠાવતી નથી અને મારી સાથે કેમ સંબંધ રાખતી નથી? એમ કહીને યુવતીને રસ્તાની બાજુમાં ખેંચી જઇને ઝપાઝપી કરીને નીચે પાડી દીધી હતી, અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા માણસો ભેગા થઇ જતા ઉમેશ મારી સાથે સંબંધ નહિ રાખેતો તને મારી નાંખીશ એમ ધમકી આપીને જતો રહ્યો હતો. તેમજ બીજા દિવસે પણ યુવતી પાસે આવીને તેને માર માર્યો હતો. આ સંદર્ભે યુવતીએ ઉમેશ વસાવા વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

રાજકોટ રેલવેમાં ટિકિટ ચેકર મહિલાએ એશિયન ગેમ્સમાં લાંબી કૂદમાં મેળવ્યો સિલ્વર મેડલ…

ProudOfGujarat

ભરૂચ : શું પત્રકારોને જનતા સમક્ષ નિષ્પક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો કોઈ હક્ક નથી..?

ProudOfGujarat

વાલીયા તાલુકાનાં ડહેલી ગામથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!