Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીના ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી કપલસાડી ગામની ખેતીની જમીનને નુકશાનની ભીતિ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીના કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનો પ્રશ્ન લાંબા સમયથી ચર્ચામાં છે. જીઆઇડીસીના ઉધોગોનું પ્રદુષિત પાણી વારંવાર જાહેરમાં વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોવા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોટાભાગે ચુપ રહેતું હોવાની લાગણી ખેડૂતો અને જનતામાં સ્પસ્ટપણે દેખાય છે.

ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કપલસાડી ગામના ઘણા ખેડૂતો તેમના ખેતરો નજીકથી ખુલ્લેઆમ વહેતા ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રદુષિત પાણીની સમસ્યાથી વ્યથિત બન્યા છે. આ ખેડૂતોના ખેતરોમાં ઉગાડાતા મહામૂલા પાકને આ પ્રદુષિત પાણીથી નુકશાન થતું હોવા ઉપરાંત ખેતીની જમીનને પણ નુકશાન થતું હોઇ ખેડૂતોને વગર લેવાદેવાએ ખોટું નુકશાન વેઠવું પડતું હોવાની લાગણી આ ખેડૂતોમાં જોવા મળી હતી. રૂપિયા કમાય ઉધોગ માલિકો અને નુકશાન વેઠે બિચારા ગરીબ ખેડૂતો ! એ ક્યાંનો ન્યાય ?! આ પ્રદુષિત પાણી ખાડીઓમાં જતા તેને લઇને જળચર જીવો પર પણ જોખમ ઉભુ થાય છે, ઉપરાંત આવું કેમિકલ યુક્ત પાણી પશુઓના પીવામાં આવતા પશુઓના મોત પણ થઇ શકે છે. કપલસાડી ગામના એક ખેડૂતે મિડિયાને જણાવ્યું કે આતો કાયમની સમસ્યા છે. આ સમસ્યા દુર કરવા કોઇ આગળ આવતુ નથી. કપલસાડીના ખેતી વિસ્તારમાંથી વહેતું પ્રદુષિત પાણી બંધ થાય તે માટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ જીઆઇડીસી નોટીફાઇડ એરિયા કચેરી તાકીદે આગળ આવીને ખેડૂતોના હિતમાં આ બાબતે જાહેરમાં પ્રદુષિત પાણી છોડતા ઉધોગો પ્રત્યે કડક બને તેવી તાકીદની જરુર છે. પ્રદુષિત પાણી જાહેરમાં છોડતા આવા ઔદ્યોગિક એકમોને કોની સાથે સાઠગાંઠ છે એની પણ સઘન અને ન્યાયિક તપાસ કરવામાં આવે એવુ પણ ખેડુતો ઇચ્છી રહ્યા છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

વાપી-પારડીમાં ચોમાસામાં ધોવાયેલા માર્ગોનું નવીનીકરણ કરાશે.

ProudOfGujarat

અમરેલીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

ProudOfGujarat

પોલીસ તત્રંએ મતદાન અંગે ભારે ઉત્સાહ બતાવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!