ચાલુ સાલે ચોમાસા દરમિયાન પાછલા મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો, તેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વચમાં વરસાદે થોડો વિરામ લીધો હતો, અને ટુંકા વિરામ બાદ ગઇકાલથી ફરીથી વરસાદનું આગમન થયું હતું. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ગઇકાલથી શરુ થયેલ મેઘવર્ષાને લઇને તાલુકામાંથી પસાર થતી નર્મદા સહિતની નાની નદીઓ પાણીથી છલોછલ બની હતી. આજે રાજપારડી નજીકની ભુંડવા ખાડીના નાળા લગોલગ પાણી વહેતા સરદાર પ્રતિમા માર્ગ બે કલાક જેટલા સમય માટે બંધ રહ્યો હતો, જોકે ખાડીમાં પાણીનું સ્તર આંશિક રીતે ઓછુ થતાં માર્ગ ફરીથી ચાલુ કરાયો હતો. નર્મદા ઉપરાંત ગુમાનદેવ નજીકથી વહેતી કાવેરી નદી તેમજ રાજપારડી નજીકથી વહેતી માધુમતિ ખાડીઓ પણ પાણીથી છલકાઇ હતી. રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ ગઇકાલથી શરુ થયેલ વરસાદની અસર સ્વાભાવિકપણે તાલુકાના જનજીવન પર જોવા મળી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી..ભરૂચ
અવિરત મેઘવર્ષાને લઇને ઝઘડિયા તાલુકાની નદીઓ પાણીથી ભરપૂર.
Advertisement