પ્રાપ્ત માહિતી મુજબ હાલ કોરોના વાયરસને લઇ લોક ડાઉન ચાલી રહ્યુ હોવાથી લોક ડાઉનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે ઝગડીયા તાલુકાનાં ઉમલ્લા પોલીસના પી.એસ.આઈ પી.એન વલવી તેમજ પોલીસ સ્ટાફ સાથે ગામડામાં પણ લોકડાઉનનું ચુસ્ત પણે અમલ કરે તે માટે ડ્રોન કેમેરાથી સતત ઉમલ્લા ગામ તેમજ ઉમલ્લા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આજુબાજુનાં ગામોમાં પણ નજર રાખવામાં આવી રહી છે ત્યારે અમુક લોકો દ્વારા ગામડાનાં જંગલ વિસ્તારમાં દારૂની મોટા પ્રમાણમાં ભઠ્ઠીઓનો વેપલો ચાલી રહ્યો છે. તે જોતા પી.એસ આઈ પી એન વલવીએ આજે ડ્રોન કેમેરાને લઈ ઉમલ્લા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેસરવા ગામમાં આજરોજ ડ્રોન કેમરાનું સર્વેલન્સ હાથ ધરતા ડ્રોનની નજરથી દારૂની ચાલુ ભઠ્ઠીઓ નજર પડતાં જ પોલીસે રેડ કરી હતી જોકે આરોપીઓને ડ્રોન કેમેરાને જોતા જ નાસી છૂટવામાં સફળ થયા હતા. જોકે આરોપીઓ વિરુદ્ધ ઉમલ્લા પોલીસ દ્વારા બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોસ્ટેબલ રાકેશ વસાવા દ્વારા કરાવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ટેકનોલોજીના દોરમાં ડ્રોન કેમેરાના ઉપયોગથી ભવિષ્યમાં પણ આ રીતની કામગીરી થાય તો અનેક ગુના પર લગામ લગાવી શકાય તેમ છે.
ડ્રોન કેમેરાનાં સર્વેલન્સ દ્વારા દેશી દારૂની ચાલુ ભઠ્ઠીનાં કેસ શોધી કાઢતી ઉમલ્લા પોલીસ.
Advertisement