Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર ઉડતી ધુળના કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગની ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા માર્ગ બિસ્મારતાની હદ વટાવી રહ્યો છે. હાલ ચોમાસા દરમિયાન થયેલ વ્યાપક મેઘવર્ષાથી ઠેરઠેર માર્ગોનું ધોવાણ થયુ છે, તેમાં આ ધોરીમાર્ગ પણ ધોવાયો છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં આ ધોરીમાર્ગ પર દોડતા વાહનોને કારણે ધુળના ગોટેગોટા ઉડતા નજરે પડે છે. આને લઇને પાછળ આવતા વાહનચાલકોના શ્વાસમાં ધુળ જતા તેની અસર રાહદારીઓના સ્વાસ્થ્ય પર પડવાની પણ સંભાવના છે. ધુળના કારણે પાછળ આવતા રાહદારીઓને પડતી અડચણ દુર થાય તેવું રાહદારીઓ ઇચ્છી રહ્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એક બાળકીનું મોત અને એક ઇસમને ઇજા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે કુલ 14 કોરોના પોઝીટીવ કેસો આવતા કુલ સંખ્યા 423 થઈ છે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતેનાં લિગ્નાઇટ પ્રોજેકટમાં હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડુબી ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!