ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પર આવતા ગામોને જોડતા રસ્તાઓ પર ગરનાળા બનાવેલા છે. ઘણા ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ ગ્રામ્ય જનતાને આવજાવ કરવામાં તકલીફ ભોગવવી પડે છે. લાંબા સમયથી આ સમસ્યા પ્રવર્તમાન હોવા છતાં તેના નિવારણ માટે કોઇ સઘન પગલા ભરાતા નથી, તેથી જનતાની હાલાકિ યથાવત રહે છે. આ ગરનાળાઓ પૈકી કેટલાક ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ તેના નિકાલ માટે કોઇ અસરકારક આયોજન કરવાની જરૂર છે. ત્યારે રેલવે દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય પગલા લેવાય તે ઇચ્છનીય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
Advertisement