Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત થનાર પોલીસ કર્મીને વિદાયમાન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવતા નરેન્દ્રસિંહ માત્રોજા વયમર્યાદાને લઇને નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમલ્લા પીએસઆઇ એન.જે.ટાપરીયા, ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડ્યા તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં નિવૃત થનાર નરેન્દ્રસિંહ માત્રોજાને વિદાયમાન આપવામાં આવ્યું. આ પ્રસંગે પીએસઆઇ ટાપરીયા અને રશ્મિકાન્ત પંડ્યાએ વિદાય લેતા પોલીસ કર્મી નરેન્દ્રસિંહે તેમની ફરજ દરમિયાન આપેલ સેવાઓને બિરદાવી હતી. નિવૃત્તિ સમયે વિદાય લેનાર નરેન્દ્રસિંહ માત્રોજાએ ફરજ દરમિયાન પોતાના સહકર્મીઓ સાથે વિતાવેલ સમયને યાદ કરી આ પ્રસંગે પોતાને નિવૃત્તિ સમયે વિદાયમાન આપનાર સહુનો આભાર માન્યો હતો. વિદાય લેતા પોલીસ કર્મી નરેન્દ્રસિંહ ઝઘડિયા તાલુકાના સ્થાનિક રહીશ છે, તેઓએ ઉમલ્લા ઉપરાંત રાજપારડી પોલીસમાં પણ ફરજ બજાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા ઇસમ પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

ProudOfGujarat

મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, 185 પેસેન્જરોનો આબાદ બચાવ..

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં હનુમાન જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!